જામનગર-ખંભાળિયા હાઈવે પર પડાણા પાટીયા પાસે મોડી સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પડાણાથી જામનગર તરફ આવી રહેલી કેરિયર રીક્ષા, એક કાર અને ટ્રક વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે યુવાનોના કરુણ મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
CCTVમાં જોઈ શકો છો કે અકસ્માત કેટલો ભયાનક હતો
CCTVમાં જોઈ શકો છો કે અકસ્માત કેટલો ભયાનક હતો.અકસ્માતની ભયાનકતા એટલી હતી કે રીક્ષાનું પડીકું વળી ગયું હતું. બંને ઘાયલ યુવાનોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.