
જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. દાવેદારો નિરિક્ષકો સામે પોતાના દાવાઓ રજૂ કરશે. જેમાં હર્ષદ રિબડિયા, ભુપત ભાયાણી સહિતના ચર્ચિત નામો છે.
વિસાવદર પેટા ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરુ છે. જેમાં નિરીક્ષક તરીકે મોહન કુંડારીયા, અમીબેન પારેખ અને ગૌતમ ગેડીયા હાજર રહ્યા છે. નિરિક્ષકો દ્વારા તમામ દાવેદારોને સાંભળવામાં આવશે. એ પછી તમામનો અભિપ્રાય પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોકલવામાં આવશે. વિસાવદર વિધાનસભા ચૂંટણી ભાજપના ઉમેદવારનો અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી કરશે.
પૂર્વ MLA હર્ષદ રિબડીયા અને પૂર્વ mla ભુપત ભાયાણી દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે. હર્ષદ રિબડિયાએ જણાવ્યું કે, પક્ષ કોઈને પણ ટિકિટ આપે, અમે બધા એક સાથે મળીને ભાજપની જીતના પ્રયાસ કરીશું.
જ્યારે ભુપત ભાયાણીએ જણાવ્યું કે, પક્ષ મને ટિકિટ આપે કે અન્યને, અમારો ધ્યેય ભાજપને જીત અપાવવાનો છે. જણાવી દઈએ કે, વિસાવદર પેટા ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી છે.
વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપ વતી ટિકિટ મેળવવાના દાવેદારોમાં હાલ સંભવિત નામોમાં હર્ષદ રીબડીયા, ભૂપત ભાયાણી, ઘનશ્યામ સાવલિયા, વીરેન્દ્ર સાવલિયા, રામભાઈ સોજીત્રા ચર્ચામાં છે.