સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે જૂનાગઢ વિસ્તારમાં ભારે વરસાદને પગલે માંગરોળ નજીકથી વહેતી નોળી નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. જૂનાગઢના માંગરોળ નજીક કામનાથ પાસે આવેલી નોળી નદીમા ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે..ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માંગરોળની નોળી નદીમાં ઘોડપુર આવ્યુ છે. માંગરોળ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી પુરુ પાડતી નોળી નદીમા પુરને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.