Home / Gujarat / Junagadh : Junagadh news: Bear escapes from zoo and enters residential area

Junagadh news: ઝૂમાંથી બહાર નીકળી રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયું રીંછ, સ્થાનિકોમાં ડરનો માહોલ

Junagadh news: ઝૂમાંથી બહાર નીકળી રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયું રીંછ, સ્થાનિકોમાં ડરનો માહોલ

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ બહાર નીકળી જતા દોડધામ મચી ગઈ હતી. રીંછને જે વિસ્તારમાં રાખવામાં આવે છે ત્યાં પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું. સ્થાનિકોએ તુરંત ઝૂના સત્તાધીશોને જાણ કરતા તાબડતોબ તેનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી રીંછનું રેસ્ક્યુ કરી તેને ઝૂમાં રાખવામાં આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઝૂની પાછળના ભાગે આવેલી સોસાયટીમાં આંટાફેરા મારવા લાગ્યું

સક્કરબાગ ઝૂમાં સિંહ-દીપડા, વાઘ સહિતના અનેક વન્યપ્રાણીઓને રાખવામાં આવે છે. તમામ વન્યજીવોને મોટા પાંજરામાં રાખવામાં આવે છે. તે પાંજરામાંથી રીંછ બહાર નીકળીને ઝૂની પાછળના ભાગે આવેલી સોસાયટીમાં આંટાફેરા મારવા લાગ્યું હતું.

સ્થાનિકો રીંછ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા 

સ્થાનિકો રીંછ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્થાનિકોને જાણ થઈ ગઈ હતી કે રીંછ ઝૂમાંથી બહાર નીકળી ગયું હોય શકે છે, જેથી તાત્કાલિક ઝૂમાં જાણ કરવામાં આવી. ત્યારબાદ ઝૂનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને રીંછને બેભાન કરીને પકડી લેવામાં આવ્યું

Related News

Icon