Home / Gujarat / Junagadh : More call recordings go viral during elections

Visavadarમાં ચૂંટણી ટાણે વધુ કોલ રોકોર્ડિંગ વાયરલ, વિદ્યાર્થીએ પ્રચારમાં બોલાવતાં શિક્ષકને કહ્યું 'કિરીટ પટેલ અસામાજીક તત્વો છે...'

Junagadh News: વિસાવદરમાં પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષ તેમના ઉમેદવારો સાથે પ્રચારમાં ઉતરી આવ્યા છે. એવામાં ભાજપમાંથી કિરીટ પટેલને મેદાને ઉતારવામાં છે ત્યારે જૂનાગઢ ભાજપનો એક પ્રચારલક્ષી ઓડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિસાવદર બેઠક પર ચૂંટણીના ગરમાવા વચ્ચે ફરી એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. પ્રચારમાં આવેલા શિક્ષકે વિદ્યાર્થી પાસે કિરીટ પટેલના પ્રચાર માટે મદદ માંગી હતી. પરંતુ પૂર્વ વિદ્યાર્થીએ શિક્ષકને રોકડું પરખાવ્યું કે કિરીટ પટેલને મત નહીં આપીએ.

પૂર્વ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, કિરીટ પટેલે ખેડૂતોને બેવડા વાળી દીધા છે. તમે જેનો પ્રચાર કરવા આવ્યા છો તે અસામાજીક તત્વો છે. જયેશ રાદડિયા ઉભા રહે તો મત આપીશું પણ કિરીટ પટેલને નહીં.

નોંધ : સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ વાયરલ છે. GSTV આ રેકોર્ડિંગની પુષ્ટિ નથી કરતું.

Related News

Icon