
જુનાગઢમાંથી એક અભુતપૂર્વ બનાવ બન્યો જેમાં, એક બ્રેઈન ડેડ મહિલાના અંગોનું દાન કરાઈ લગભગ પાંચથી છ લોકોના જીવનમાં પ્રાણ પુરવાનો કરુણામયી કિસ્સો સામે આવ્યો છે. બ્રેઈન ડેડ મહિલાએ તેમના હૃદય સહિતના અનેક અંગોનું દાન કર્યું છે, આ તમામ અંગો ગ્રીન કોરીડોર મારફત કેશોદ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યાંથી ખાસ પ્લેન દ્વારા અમદાવાદ પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો : જુનાગઢ જિલ્લાની નરસિંહ મહેતા યુનિવર્સિટીનો વધુ એક છબરડો, જાણો શું થયું
જુનાગઢ શહેરમાં રહેતા શીલાબેન ઉમેશભાઈ ચાંચડિયા ઉંમર વર્ષ 43 નામની મહિલાને માથાના ભાગે દુખાવો ઉપાડતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ગંભીર પેરેલીસીસ આવી ગયો હતો. જૂનાગઢની રીબર્થ હોસ્પિટલના તબીબોએ મહેનત કરી પરંતુ તેમને સફળતા ન મળી અને તેમનો મગજ ડેડ થઈ ગયો હતો. અંતે અલગ અલગ તબીબોના અભિપ્રાયના આધારે મહિલાને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા. બાદમાં તેમના પરિવારજનોને સમજાવવામાં આવ્યા કે બ્રેઈન ડેડ મહિલાના અન્ય અંગોથી કોઈકને નવું જીવન મળી શકે તેમ છે. જો તમે હા પાડો તો..
આ પણ વાંચો : અમરેલીનો રહસ્યમયી કિસ્સો: અઢી મહિના પહેલા ગુમ મહિલાના કૂવામાંથી મળી આવ્યા અવશેષો
બાદમાં પરિવારજનો તેમના સ્વજનને બચાવવામાં સફળતા ન મેળવી શક્યા પરંતુ કોઈકના સ્વજન બચે તેવા હેતુથી હૃદય, ફેફસા, લીવર અને કિડનીનું દાન કરવા સહમતિ દર્શાવી. તેમજ ડો.આકાશ પટોળીયાએ આ અંગેની પ્રક્રિયા કરી હતી. કેશોદ સુધીના ગ્રીન બે કોરીડોર મારફત અને એક રાજકોટના ગ્રીન કોરીડોર મારફત અલગ અલગ અંગોનું અન્યને દાન કરી પાંચથી છ લોકોની જિંદગીમાં નવો જોમ પુરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.