જૂનાગઢના ભેંસાણમાં શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે.શૈક્ષણિક સંકુલના આચાર્ય-શિક્ષક પર 25થી વધુ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા જ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંસ્થાના ટ્રસ્ટીઓ ભેંસાણ પોલીસ સ્ટેશને ગૃહપતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે.
શું છે ઘટના?
જૂનાગઢના ભેંસાણમાં અમર શૈક્ષણિક સંકુલમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સાથે આચાર્ય-શિક્ષક દ્વારા અભદ્ર કૃત્યની ઘટના સામે આવી છે.વિવાદ વધતા સંસ્થાના ટ્રસ્ટીએ આચાર્ય-શિક્ષકને બરતરફ કર્યા હતા.
જૂનાગઢ બાળ સમાજ કલ્યાણ સમતિના અધ્યક્ષ ગીતાબેન માલમ પણ પોતાની ટીમ સાથે શૈક્ષણિક સંકુલમાં તપાસ માટે પહોંચ્યા હતા અને બાળકો તેમજ સ્ટાફના નિવેદન લેવામાં આવ્યા હતા. બાળ સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે, કોઇ વાલીએ ફરિયાદ નોંધાવી નથી તેમ છતા અમે તપાસ હાથ ધરી રહ્યાં છીએ અને જરૂર જણાશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.