
Junagadh news: જૂનાગઢ જિલ્લાના સાસણગીર અભ્યારય બંધ હોવાથી વનવિભાગ દ્વારા દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં આવે છે. સાસણમાં સિંહ દર્શન 15 જૂનથી 16 ઓગસ્ટ સુધી બંધ રહે છે. વર્ષાઋતુ દરમિયાન ગીર જંગલ લીલુંછમ થઈ જતા પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ ચોમાસા દરમિયાન સિંહ દર્શન માટે અને આહલાદક વાતાવરણ અને જંગલની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે.
સાસણ ગીર ભારતના સૌથી જૂના અભ્યારણયોમાંનું એક છે. વિશ્વમાં ફક્ત ગીર અભ્યારણમાં તેમજ તેના આસપાસના રક્ષિત વિસ્તારોમાં મુક્ત વિહરતો આપણો એશિયાય સિંહ સાવજ ડાલામથો જેવો ગૌરવ ભર્યા નામથી પણ ઓળખાય છે. આ ગીરનો સિંહ માત્ર ગુજરાતી નહીં પરંતુ ભારત વર્ષનું ગૌરવ છે. વિશ્વના સહેલાણીઓ માટે ગુજરાત રાજ્ય આજે સિંહોનો પર્યાય બની ગયુ છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ સાસણની વિઝિટ કરી સિંહ દર્શન અને આહલાદક વાતાવરણની મજા માણવા આવતા હોય છે.