ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે જુનાગઢ નજીક આવેલ વડાલ ચોકી વચ્ચે ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. બસ પલ્ટી મારી ગઈ હતી.
ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જયો
પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ બસ જુનાગઢથી કોડીનાર જઈ રહી હતી.જે દરમિયાન બસનો અકસ્માત થયો હતો. વહેલી સવારે 4 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાય બાદ બસનો ડ્રાઈવર અને ક્લીનર ફરાર
ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જ્યા બાદ બસનો ડ્રાઈવર અને ક્લીનર ફરાર થઈ ગયો હતો. મુસાફરોએ જણાવ્યું કે બસના ડ્રાઈવરે સ્ટેરીંયગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ ડિવાઈડર પર ચઢી ગયા બાદ પલ્ટી ખાઈ ગઈ હતી.
બસ રોડની સાઈડમાં પલ્ટાઈ ગઈ
બસ રોડની સાઈડમાં પલ્ટાઈ ગઈ હતી. દુર્ઘટનામાં બસમાં મુસાફરી કરતા 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં જાનહાની ટળી હતી.