Home / Gujarat : karni-sena-chief-raj-shekhawat-detained-from-airport-gujarati-nnews/

અમદાવાદ: એરપોર્ટ પરથી કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત, અમદાવાદ અને ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદ: એરપોર્ટ પરથી કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત, અમદાવાદ અને ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત બંદોબસ્ત

રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીથી રાજ્યમાં ક્ષત્રિય સમાજ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજશેખાવતે આજે બપોરે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે વિરોધ પ્રદર્શની જાહેરાત કરી હતી. ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવા જણાવ્યું હતું.  રાજ શેખાવતે ચીમકી ઉચ્ચારી હતી કે જો મને કે મારા સમર્થકોને રોકાવામાં આવશે તો હું આત્મવિલોપન કરીશ. આ ચીમકીને કારણે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા

આજે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમને નજર કેદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે તેમની એરપોર્ટ પરથી અટકાયત કરી હતી. અટકાયત કરીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવાની ક્ષત્રિય સમાજની ચીમકી બાદ સરકારે પોલીસને એલર્ટ રહેવાની સૂચના આપી છે. અમદાવાદ, ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, LCBની ટીમો તમામ એન્ટ્રી પોઈન્ટ પર બાજ નજર રાખી રહી છે.

Related News

Icon