
Kheda News : હાલ રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે વીજળી પાડવાની ઘટનાઓ પણ ઘટી રહી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના દિપકપુરા ગામમાં વીજળી પડી છે, આ ઘટનામાં 13 વર્ષીય કિશોરનું મોત થયું છે.
ઠાસરા તાલુકાના દિપકપુરા ગામમાં આજે બપોરના સમયે ડાંગરના ખેતરમાં ધરુ રોપી રહેલા 3 લોકો પર વીજળી પડી હતી, જેમાં 13 વર્ષીય અજય રાઠોડ નામના કિશોરનું ઘટનાસ્થળે મોત થયું હતું.
વીજળી પડવાની આ ઘટનામાં 42 વર્ષીય અરવિંદભાઈ રાઠોડ અને 45 વર્ષીય મહેન્દ્રભાઈ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, જ્યારે મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.