ડાકોરમાં આરતી મુદ્દે વિવાદ થયો છે. મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત સિંહાસનની નીચે આરતી ઉતારવામાં આવી હતી. વારાદારીને સિંહાસન કે તેના પાટીયા પર ન ઉભા રહેવાના આદેશ આપવામાં આવ્યા હતા.પ્રચલિત પરંપરાથી વિરૂદ્ધ નીચે ઊભા રહીને રણછોડરાયજીની આરતી ઉતારવામાં આવી હતી.ડાકોર ટેમ્પલ કમિટીના નિર્ણયનો સેવકો દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો હતો.
વિવાદ ના થાય તે માટે પોલીસ ગોઠવવામાં આવી
ડાકોરમાં પહેલી વખત પોલીસે નીજ મંદિરમાં પ્રવેશ કરતા વિવાદ થયો છે. વારાદારીઓએ પોલીસના પ્રવેશની ઘટનાને વખોડી છે. વારાદારીઓ કોઇ અસામાજિક તત્ત્વો કે ગુંડા હોય તેવું કમિટીનું વલણ અયોગ્ય હોવાનું જણાવ્યું છે. નીજ મંદિરમાં આરતીની વર્ષો જૂની પરંપરા તૂટતા વારાદારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ડાકોરમાં વર્ષો જૂની પરંપરા તૂટી
ડાકોરમાં વર્ષો જૂની પરંપરા તૂટી છે. મંગળા આરતી વર્ષોથી સિંહાસન ઉપરથી થતી હતી તે પ્રથા બંધ કરવાનો ટેમ્પલ કમિટીએ નિર્ણય લીધો છે. ટેમ્પલ કમિટીએ વારાદારીઓમાં રોષ ફેલાશે તેવો અગાઉથી જ ભય હતો. ડાકોર મંદિરમાં પહેલી વખત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 1 માર્ચ 2025થી મંગળા સહિત આરતી નીજ મંદિર નીચે ઉભા રહીને કરવાનો ઠરાવ કરાયો હતો. વારાદારીઓ દ્વારા આજે સન્મુખ નીચે ઉભા રહીને આરતી ઉતારી હતી.વારાદારીઓ દ્વારા ઠરાવને કાયદેસર પડકારી ઉગ્ર વિરોધ કરવામાં આવશે.