
આજે પહેલી એપ્રિલ છે, રાજ્યના ટોલટેક્સમાં સરકાર દ્વારા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેથી ઠેર-ઠેર આ ટોલટેક્સનો વિરોધ થઈ રહ્યો છે. જનતાને મોંઘવારીમાં પડયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.
ખેડા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-48 ખેડા નજીક રજવણાજ ટોલટેક્સ પરથી જતાં-આવતાં વાહનચાલકો આ ભાવવધારાથી રોષમાં છે. અગાઉ અમદાવાદ તરફથના એક તરફના ટોલટેક્સ 105 રૂપિયા લેવામાં આવતા હતા, ત્યારે આજે પહેલી એપ્રિલથી આ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી ખાનગી વાહનો અને હેવી વાહનમાં 165ની જગ્યાએ 175 રૂપિયામાં 10નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ટ્રક અને બસમાં અગાઉ 345 લેવામાં આવતા હતા જેમાં 15નો વધારો કરાયો છે. વાહન ચાલકોએ ટોલ વધારાના લઈને રોષ વ્યક્ત કર્યો હતો.