લગ્નસરાની સિઝનમાં ખેડામાં એક વિવાદ ઉભો થયો છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ઘટનાની વિગતો એવી છે કે, ખેડા કેમ્પ નજીક એક લગ્ન યોજાઇ રહ્યાં હતા, આ દરમિયાન અહીં એકબાજુ વરપક્ષ અને બીજી બાજુ કન્યાપક્ષ DJ લઇને આવ્યું હતું, જોકે, રસ્તાં વચ્ચે રહેણાંક વિસ્તારમાં બન્ને વરઘોડાના આયોજકોએ DJ જોરજોરથી ઉંચા અવાજ વગાડવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચોઃ મહાકુંભ માટેની ST બસને CM ભૂપેન્દ્ર પટેલે આપી લીલીઝંડી, ગુજરાતીઓ માટે ખાસ રાત્રિ રોકાણ સહિતની સુવિધાઓ
લગ્ન પ્રસંગમાં જાણે બન્ને DJએ હરિફાઇ લગાવી હોય તેમ ઉંચા અવાજે વગાડતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. ફરિયાદના આધારે પોલીસ ચાલુ લગ્નનમાં વરઘોડામાં ત્રાટકી અને બન્ને વરઘોડાના DJ માલિક અને ઓપરેટર વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.