
ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડની આશંકા સેવવામાં આવી છે. ખેડાના નડિયાદમાં ત્રણ લોકોના દેશી દારુ પીધા બાદ મોત થયા છે. નડિયાદમાં ત્રણ લોકોના દેશી દારુ પીધા બાદ શંકાસ્પદ મોત થતા મૃતકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
દેશી દારુ પીધા બાદ ત્રણ લોકોના મોત
નડિયાદના જવાહરનગરમાં ત્રણ લોકોના દારુ પીવાથી મોત થયા હોવાનો તેમના પરિવાર અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. મળતી માહિતી અનુસાર ત્રણેય લોકોએ રેલવે ફાટક પાસેની ગલીમાં જઇને દારુ પીધો હતો. યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ અને કનુભાઇ ચૌહાણ નામના મૃતક છૂટક મજુરી કરીને પરિવારનું પેટ ભરતા હતા.
પરિવારનો કમાનાર એકમાત્ર વ્યક્તિનું નિધન
સમગ્ર ઘટનાને લઇને નડિયાદ રૂરલ પોલીસ, ખેડા એલ.સી.બી. પોલીસની ટીમ જ્યાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હતું અને લઠ્ઠાકાંડ થયા બાદ અડ્ડાઓ બંધ કરવા માટે ખેડા પોલીસ પહોંચી હતી. મૃતક કનુભાઇ ધનજીભાઇ ચૌહાણ જે જલારામ નગર સોસાયટી મંચુપુરા ખાતે રહેતા હતા તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યુ હતું. આ પરિવારમાં આ એક જ વ્યક્તિ કમાનાર હતી જેમનાથી ઘર ચાલતું હતું.