Home / Gujarat / Kheda : Uttarsanda to Vadtal bridge closed for 50 days

VIDEO: ઉત્તરસંડાથી વડતાલનો બ્રિજ 50 દિવસ માટે બંધ, યાત્રાધામ દર્શનાર્થે જવા અપનાવો આ વૈકલ્પિક માર્ગ

ખેડા જિલ્લાનું યાત્રાધામ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. એમાંય પૂર્ણિમાના પર્વે લાખો ભક્તો ગુજરાતભરમાંથી આવે છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાંથી આવતા ભક્તો ખેડા થઈ ઉત્તરસંડાથી વડતાલ જતા હોય છે. ત્યારે આજથી 50 દિવસ એટલે કે 29 ઓગસ્ટ સુધી ઉત્તરસંડાથી વડતાલને જોડતો બ્રિજ બંધ રહેશે. જેને પગલે શ્રાવણ મહિનામાં વડતાલ દર્શનાર્થે આવતા હરિભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઉત્તરસંડાથી વડતાલ જવાના બ્રિજ ઉપર હાઈ સ્પીડ રેલવેની આણંદ મેન્ટેનન્સ ડેપો લાઇનની કામગીરી અર્થે  બ્રિજ બંધ કરાયો છે. વાહન ચાલકો માટે બ્રિજ બંધ કરાયો હોવાથઈ વૈકલ્પિક રસ્તા તરીકે હાઈવે પર નરસંડા ચોકડીથી અને આણંદ વડોદરા તરફ ભૂમેલ- કણજરી ચોકડી તરફથી જઈ શકાશે. બુલેટ ટ્રેનના કામને લઈ આજથી 50 દિવસ એટલે કે 29 ઓગસ્ટ સુધી આ બ્રિજ બંધ રહેશે. 

Related News

Icon