
વડતાલ સ્વામિનારાયણ મંદિરના લંપટ સાધુઓની કામલીલાના કથિત વીડિયો વાયરલ થયા હતા. વીડિયો વાયુવેગે ફેલાતા હરિભક્તોમાં આક્રોશ ફેલાયો હતો અને અમદાવાદ, સુરત તેમજ અન્ય શહેરોના હરિભક્તો વિરોધ કરવા માટે વડતાલ સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા.
વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોએ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જો કે લંપટ સાધુઓ વિરુદ્ધ પગલાં લેવાના બદલે વડતાલ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટે વિરોધ કરવા આવેલા 13 જેટલા હરિભક્તો સામે વડતાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
13 જેટલા હરિભક્તો સામે વડતાલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે હરિભક્તોએ કોઠારીની ઓફિસ પાસે ધક્કામુક્કી કરી, ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.