Kutch News: ગુજરાતભરમાં મેઘરાજાએ કહેર મચાવી છે. ઠેર ઠેર ભારે વરસાદને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં કરછમાં નદીના વહેણમાં ગાયો તણાઈ હોવાની ઘટના સામે આવી રહી છે. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા ખોભડી નાની ગામે 20 ગાયોના નદીના વહેતા વહેણમાં તણાઈ હતી. ભારે વરસાદના કારણે મેકરણ સાગર સરોવર ડેમ ઓવર ફલો થતા આ ઘટના બની હતી. તણાઈ ગયેલી ગાયોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.