
કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માને જમીન ફાળવણી કેસમાં ભુજની કોર્ટે દોષિત જાહેર કર્યા છે. પ્રદિપ શર્મા સહિત ચાર આરોપીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે.
શું છે ઘટના?
કચ્છ કલેકટરના કાર્યકાળ દરમિયાન પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા દ્વારા જિંદાલ શો પાઈપ કંપનીને આર્થિક ફાયદો પહોંચાડ્યો હોવાનો આરોપ હતો. આ ઉપરાંત ખોટી રીતે જમીન ફાળવણી કરી સરકારી તિજોરીને લાખોનું નુકસાન પહોંચાડવાના કેસમાં ભુજની નીચલી કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
પ્રદીપ શર્માએ જમીન ફાળવણીમાં નિયમો નેવે મૂકી મૂક્યાનો આરોપ હતો, જેને લઇને પોલીસે તપાસ કરી હતી અને આખરે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા વિરૂદ્ધ સત્તાનો દુરૂપયોગ અને લાંચ લેવાના અલગ અલગ અનેક કેસો નોંધાયેલા છે.