
આતંકીઓ સામે ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન બોખલાયું છે. જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતના કચ્છ સુધી સીમાવર્તી વિસ્તારમાં હવાઈ હુમાલાનો પ્રયાસ કરી રહ્યું છે. પોતાની અને સરકારને નાકામ થતી જોઈને પાકિસ્તાનીઓએ પોતાનું મનોબળ વધારવા માટે જુઠ્ઠાણાઓ ફેલાવવાનો પ્રોપેગેન્ડાનો સહારો લીધો છે. આ રણનીતિ પ્રમાણે અનેક પાકિસ્તાનીઓએ સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં ગૌતમ અદાણીની કંપની દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે. જો કે ફેક્ટચેકમાં આ વીડિયો સદંતર ખોટો છે.
પાકિસ્તાનીઓના દાવા
આગનો એક વીડિયો સાથે કેટલાય પાકિસ્તાનીઓ સોશિયલ મિડિયા હેન્ડલ પર દાવો કરી રહ્યા છે કે, ગુજરાતમાં અદાણીના કંડલા પોર્ટ પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધો છે. એક યુઝરે વિડિયોને અદાણી પોર્ટ બતાવતા લખ્યું કે, ગુડ મોર્નિંગ ઈન્ડિયા, તમને કેવો અનુભવ થઈ રહ્યો છે. પાકિસ્તાન દ્વારા મળેલા સવારના નાસ્તાનો આનંદ લો. એક યુઝરે કહ્યું, રાવલપિંડી, લાહોર, પેશાવરમાં ડ્રોન હુમલાનો જવાબ, ગુજરાતમાં અદાણી પોર્ટ.
https://twitter.com/alinave67751341/status/1921005283775553720
આ વીડિયોને ગૂગલ સર્ચ ઈમેજ થકી સર્ચ કરતા ખ્યાલ આવ્યો કે એક્સ પર ચાર વર્ષ પહેલા આ વિડિયો અપલોડ કરાયો હતો. પાકિસ્તાનીઓ જે વીડિયો શેર કરી રહ્યા છે તે 8 જુલાઈ 2021નો કરવામાં આવેલા ટ્વિટ સાથે લખેલું છે કે, દુબઈના જેબેલ અલી બંદર પર વિસ્ફોટ સ્થળથી નવા ફૂટેજ સામે આવ્યા છે. વિસ્ફોટ લંગારાયેલા જહાજમાંથી થયેલો મનાય છે. આ એક ક્રૂડ ટેન્કર હતું. અધિકારીઓએ કહ્યું કે, આ સમયે કોઈ જાનહાનિ નથી થઈ.