
મહાકુંભ મેળા અને પ્રયાગરાજ એરપોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની શખ્સની ધરપકડ થઇ છે. અમદાવાદ રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ગાંધીધામ ખાતેથી ધરપકડ કરી છે.
અમદાવાદ પશ્ચિમ રેલવેના એલસીબી પોલીસે ગાંધીધામથી આરોપીની ધરપકડ કરી છે. બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની શખ્સનું નામ અરુણ જોષી છે. તેણે ‘અલ્લાહુ અકબર પાકિસ્તાન જિંદાબાદ, કાફીરો કો હમ જહાનુંમ ભેજેંગે’ જેવો મેસેજ RPF સરકારી નંબર ઉપર વોટસઅપ મેસેજમાં મોકલ્યો હતો. મેસેજના આધારે આરપીએફ અને જીઆરપીની ટીમ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. પશ્ચિમ રેલવે એલસીબીએ આરોપીને ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.