
Kutch News: કચ્છમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં પોલીસમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ દારૂના નશામાં ઝડપાયો હોવાનું સામે આવી રહ્યું છે. ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ દારૂના નશામાં ઝડપાયો હતો જેની જાણ થતાં લોકોએ તેની કાર પર પત્થરમારો કર્યો હતો. અર્ટીગા કારમાં દારૂનો નશો કરતાં જોઈ ગયેલા લોકોએ કાર પર પથ્થરમારો કર્યો હતો. નશો કરી બેફામ રીતે પોલીસકર્મી દ્વારા અર્ટીગા કાર હંકારતા લોકો ભયભીત થઈ ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા જખૌમાં યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી જ્યાં આ પોલીસકર્મીએ કારમાં દારૂની મહેફિલ માણી હતી. સ્થાનિક લોકો પોલીસ કર્મીની કાર પાછળ દોડ્યા હતા જેથી પોલીસકર્મી વાહન સાથે નાસી ગયો હતો. નલીયા પોલીસે હેડ કોન્સ્ટેબલ વિન્દલાજ ચૌહાણ અને ડ્રાઈવર રણજીત મહેશ્વરીને ઘોડા સર્કલ પાસે પકડી લીધા હતા. પોલીસે બંને સામે પ્રોહિબિશન અને વ્હીકલ એકટનો ગુનો દાખલ કર્યો છે.