
કચ્છની ભૂજ તાલુકાની સૂરજપર ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ પર સંચાલકોનો અત્યાચાર સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર પ્રજાસત્તાક દિવસના પૂર્વે શાળામાં ભણતી વિધાર્થીનીઓ પાસે જાહેર માર્ગ સાફ કરાવવામાં આવ્યો હતો.
શાળાની દીવાલો પણ સાફ કરાવી
ભુજ તાલુકાના સૂરજપર ગામની પ્રાથમિક શાળાની વિધાર્થીની પાસેથી જાહેર માર્ગ સાફ કરવાનો વિડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. વિદ્યાર્થીનીઓ જાહેર માર્ગને સાફ સફાઈ કરતી જોવા મળી રહી છે, સાથે સાથે શાળાની દિવાલોને પણ પાણી વડે ધોતી નજરે આવી રહી છે.
શાળાની વિદ્યાર્થીનીઓને જાહેર માર્ગ સાફ કરવા માટે કરાઈ મજબૂર
આ વિડિયો વાયરલ થયા પછી શાળા સંચાલકો પર ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે. ઘણીવખત શાળા માસૂમો પર અવારનવાર આ પ્રકારના અત્યાચારના વિડિયો સામે આવતા રહે છે. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે શાળાની સાફ સફાઈ માટે શિક્ષણ વિભાગ દ્વારા અપાતી ગ્રાન્ટો ક્યાં જાય છે? આ વિડિયો સામે આવ્યા પછી શાળા સંચાલકો પર કોઈ એક્શન લેવામાં આવશે કે નહીં તે પણ પ્રશ્ન ઉભો થયો છે.