કચ્છ જિલ્લાના મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પર યુવકોને કાર સાથે સ્ટંટબાજી કરવી ભારે પડી છે. સ્ટંટ કરવા જતાં બે થાર કાર દરિયામાં ફસાઈ છતાં આ યુવકોનો જીવ તાળવે ચોંટી ગયા હતા. સ્થાનિકો મદદે આવ્યાં હતા અને ટ્રેક્ટર વડે બંને કારને બહાર કાઢવામાં આવી હતી. આમાંથી એક કારનું એન્જિન ફેઇલ થઈ ગયું છે. સ્ટંટ કરનારા આ બન્ને કાર ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી કાર ડીટેઇન કરવામાં આવી છે.

