ગુજરાતના ભુજમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ભુજ એરપોર્ટ પર AIR INDIAની ફ્લાઈટમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. ભુજથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટે 15થી વધુ મુસાફરોને સીટના અભાવે મૂકી દીધા. એડવાન્સ બુકિંગ કરાવ્યું હોવા છતાં મુસાફરોને ફ્લાઈટમાં સીટ ન મળતાં ભારે રોષ ફેલાયો.
મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતાં તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
AIR INDIA દ્વારા આ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતાં તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ ઘટનાએ એર ઈન્ડિયાની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો અને એરલાઈનની બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો. ઘણા મુસાફરોનું કહેવું હતું કે, આવી ઘટનાઓથી તેમનો સમય અને નાણાંનો વ્યય થયો છે.