કચ્છમાં ભારે વરસાદનો માહોલ યથાવત છે. અબડાસાનો બેરાચીયા ડેમ ઓવરફ્લો થયા બાદ હવે માંડવીનો મધ્યમ સિંચાઈનો વિજય સાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે. આ ડેમના ઓવરફ્લોને કારણે આસપાસના અનેક ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધામાં રાહત મળશે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાયો છે. સલામતીના પગલે ડેમ અને આસપાસના ગામોને પાણીમાં ન જવાની સૂચના અપાઈ છે.