
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી 10 એપ્રિલ સુધી ગરમીને લઈને હીટવેવની આગાહી કરી છે. જેમાં આવતીકાલે સોમવારે (7 એપ્રિલ, 2025) કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી 11 જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આવતીકાલે સોમવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.
કચ્છમાં હીટવેવનું રેડ ઍલર્ટ યથાવત્
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 11 જિલ્લામાં રેડ, યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવામાન વિભાગે આવતીકાલે સોમવારે (7 એપ્રિલ, 2025) કચ્છ જિલ્લા હીટવેવનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લામાં યલો ઍલર્ટ અને પોરબંદર, મોરબી અને રાજકોટ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
8-9 એપ્રિલની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 8-9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 10 જિલ્લામાં યલો ઍલર્ટની આગાહી છે, ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બંને દિવસે કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
10 એપ્રિલની આગાહી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે 10 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ચાર દિવસ ગરમ અને ભેજવાળુ હ