
સંતરામપુર તાલુકાના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરના પિતાનું અવસાન થયું છે. મંત્રીના પિતાના નિધનના સમાચારથી સંતરામપુર પંથક તેમજ મહીસાગર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરના પિતા અને પરિવારના મોભી એવા મનસુખભાઈ મોતીભાઈ ડીંડોરનું આજ રોજ જૈફ વયે અવસાન થયું છે. અવસાનના સમાચાર મળતા સંતરામપુર પંથક તેમજ મહીસાગર જિલ્લામાં શોકનો માહોલ છે.