
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અતરિયાળ વિસ્તારમાં આરોગ્ય અંગેની સેવાઓને લઈ અવાર-નવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. જો કે, આ વખતે પણ આરોગ્યને લઈને આવી જ ઘટના પ્રકાશમાં આવી છે.
લુણાવાણા તાલુકાના વરધરી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આરોગ્ય ચેક-અપ માટે લોકો આવ્યા તો ખરા પરતુ ચેક-અપ માટે આવતા લોકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાવને માપવાનું થર્મોમીટર ન હોવાથી તંત્રની પોલ ખુલી ગઈ હતી.જેના લીધે આરોગ્યનું ચેક-અપ કરવા આવેલા લોકોએ મેડિકલના પૂરતા સાધનો ન હોવાથી પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારીને વાયરલ કર્યા હતા.
આરોગ્ય ચેકઅપ માટે આવેલા લોકો દ્વારા તબીબને પૂછતા તબીબે પણ સરકારી ઉડાઉ જવાબ આપી દીધો હતો. જેના લીધે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.