
મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં શિક્ષકે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે સંતરામપુર કન્યા શાળામાં લાંબા સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. શિક્ષકે અગમ્ય કારણોસર ઝેરી દવી ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હતું.
શિક્ષકે ઝેરી દવા ગટગટાવીને કરી આત્મહત્યા
આધેડ શિક્ષકે ઝેરી દવા ગટગટાવીની જાણ થતાં પરિવારજનો ગોધરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. સંતરામપુર પોલીસે શિક્ષકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
પોલીસની તમામ દીશામાં તપાસ
પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે કયા કારણોસર શિક્ષકે આત્મહત્યા કરી છે. હજુ સુધી પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી.