Home / Gujarat / Mehsana : 39.72 lakh worth of liquor seized under the guise of making boxes in Kadi

કડીમાં બોક્સ બનાવવાની આડમાં દારૂનો વેપલો, થર્ટી ફસ્ટ પહેલાં 39.72 લાખનો મુદ્દામાલ જપ્ત

કડીમાં બોક્સ બનાવવાની આડમાં દારૂનો વેપલો, થર્ટી ફસ્ટ પહેલાં 39.72 લાખનો મુદ્દામાલ જપ્ત

થર્ટી ફર્સ્ટ નજીક આવતાં જ મહેસાણા જિલ્લામાં બુટલેગરો સક્રિય થયા છે. રાજસ્થાના સપ્લાયરો સામે સાંઠગાંઠ કરીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં વધારો જોવા મળે છે. કડી જીઆઈડીસીમાં આવેલી ખોખા બનાવતી એક ફેકટરીમાં રાજસ્થાનથી મોટાપાયે લાવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાના કટીંગની પ્રવૃતીઓનો પર્દાફાશ ગાંધીનગર સ્થિત રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે કર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઉતરાયણ પછી પાલિકા-ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ શકે, રાજકીય પક્ષોએ શરૂ કરી તૈયારી

રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે રેડ પાડી રૂપિયા 39.72 લાખની મત્તા કબજે લીધી

કડી જીઆઈડીસીમાં પોલીસે રેડ પાડતા આ જગ્યાએથી દારૂની હેરાફેરી કરી રહેલા 9 આરોપીઓ પકડાઈ ગયા હતા. જયારે અહીંથી જુદાજુદા બ્રાન્ડની દારૂની 9756 બોટલ, બે વાહન, 10 મોબાઈલ, સફેદ પાવડર ભરેલી 250 બેગો, રોકડ સહિત  કુલ રૂપિયા 39.72 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દારૂને સગેવગે કરવાની પ્રવૃતીમાં સંડોવાયેલા વોન્ટેડ સુત્રધારો સહિત 12 શખ્સો સામે ગુનો દાખલ કરીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દરમિયાન, રેન્જ સાયબર ક્રાઈમ પોલીસને બાતમી મળી હતી કે, છત્રાલથી કડી હાઈવે રોડ પરની જીઆઈડીસીમાં આવેલ વિકટોરીયા કેરા ટીચ નામની ટાઈલ્સના ખોખા બનાવતી ફેકટરીમાં કેટલાક શખસો ભેગા મળીને પરપ્રાંતમાંથી દારૂનો જથ્થો મંગાવી ગેરકાયદેસર રીતે ગાંધીનગર તેમજ અમદાવાદ જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં બુટલેગરોનો સંપર્ક કરીને નાના વાહનોમાં ભરી સગેવગે કરી રહ્યા છે. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસની ટીમે આ સ્થળે રેડ કરી હતી. જયાંથી મુળ ઉત્તરપ્રદેશનો અને હાલમાં કડીમાં રહેતો રાજા મનોજ ચૌધરી સહિત 9 શખસો દારૂનું કટીંગ કરતા ઝડપાઈ ગયા હતા. 

વિદેશી દારૂની 9756 બોટલો મળી આવી

ત્યારબાદ પોલીસે આ ફેકટરીના પતરાના શેડમાં તપાસ કરતાં  વિદેશી દારૂની 9756 બોટલો મળી આવી હતી.ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં કબજે લેવાયેલ દારૂનો જથ્થો રાજસ્થાનથી સફેદ પાવડરની બેગો નીચે સંતાડીને ટ્રકમાં ભરીને કડી લાવવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.  પોલીસે અહીંથી ટ્રક, સ્કૂટર, 10 મોબાઈલ, રોકડ અને રૂપિયા 28.35 લાખના દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 39,72,824ની મત્તા કબજે કરીને નહીં ઝડપાયેલા સાથે કુલ 12 આરોપીઓ સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાટણના સદ્દામે રાજસ્થાનથી દારૂ મંગાવ્યો હતો

દારૂની હેરાફેરી કરતા પકડાયેલ રાજા ચૌધરીએ પોલીસને જણાવ્યું હતું કે,રાજસ્થાનથી તેના પાટણના મિત્ર સદ્દામે દારૂ ભરેલી ટ્રક મંગાવી હતી.ત્યારબાદ કડી જીઆઈડીસીમાં ખોખા બનાવતી ફેકટરીમાં સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતાં ભાઈ વિકાસ ચૌધરીનો સંપર્ક કરીને દારૂ રાખ્યો હતો. જયારે સદ્દામ નાની ગાડીઓ મોકલતો તેમાં દારૂનો જથ્થો ભરી આપતા હતા. તેમજ અલગ અલગ  બુટલેગરોને પણ બોલાવીને તેઓને દારૂ ભરી આપતા હતા. 

પાછતરડીના ખેમા કોડીયાતરે દારૂ ભરવા ટ્રક ભીમ મોકલ્યો 

ટ્રકના ડ્રાઈવર અરજણ મકવાણાએ પોલીસ પુછપરછમાં તેના ભાણવડ તાલુકામાં આવેલા ગામ પાછતરડીના ખેમા મેસુરભાઈ કોડીયાતરે તેને ટ્રક લઈને રાજસ્થાનના ભીમ ખાતે જવાનું કહી મોકલ્યો હતો. ભીમ જઈને ફોન ઉપર વાત કર્યા બાદ અહીં નવા બની રહેલા બ્રીજ પાસે 25થી 30 વર્ષનો એક શખસ આવીને ટ્રક લઈ ગયો હતો. ત્યારબાદ સફેદ પાઉડરની થેલીઓ નીચે દારૂ સંતાડીને ટ્રક આપી જતાં ત્યાંથી કડી લાવ્યો હોવાની કબુલાત કરી હતી.

સફેદ પાવડર નીચે દારૂ સંતાડેલી ટ્રક રાજસ્થાનથી કડી પહોંચી ગઈ

રાજસ્થાનની ભીમથી સફેદ પાવડરની 250 બેગો નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને નીકળેલી ટ્રક અંદાજીત 400થી વધુ કિલોમીટરનું અંતર બેરોકટોક કાપીને કડી જીઆઈડીસીમાં આવેલી ફેકટરીમાં સલામત રીતે પહોંચી જતાં માર્ગમાં પોલીસની  કામગીરી સામે સવાલો સર્જાયા છે. દારૂ લઈ આવેલ ટ્રકમાંથી રેન્જ સાયબર ક્રાઈમની ટીમે દુર્ગા રોડલાઈન્સ કોન્ટ્રાકટર, કમીશન એજન્ટ, કોટાનું બિલ અને ચલણ કબજે કર્યું છે. જેમાં કોટાથી પોરબંદર ખાતે 25 ટન ફેલ્સપર પાઉડરની બિલ્ટી મળી આવી હતી.

આરોપીઓના નામ

  1. રાજા મનોજભાઈ ચૌધરી રહે,કડી
  2. ચીરાગ જયેશભાઈ વાઘેલા રહે,કડી
  3. પલક નીકુળભાઈ પટેલ રહે,કુંડાળ
  4. જીતેન્દ્ર નટવરભાઈ સોલંકી રહે,હિંમતનગર
  5. મહેન્દ્ર બળદેવભાઈ વાઘેલા રહે,કડી
  6. જીગ્નેશ જયેશભાઈ વાઘેલા રહે,કડી
  7. અરજણ બધાભાઈ મકવાણા રહે,ભાણવડ
  8. વાસા દેવરાભાઈ કોડીયાતર રહે,ભાણવડ
  9. વિકાસ મનોજભાઈ ચૌધરી રહે,કડી
  10. સદ્દામ રહે,પાટણ
  11. ખેમા મેસુરભાઈ કોડીયાતર રહે,ભાણવડ
  12. અજાણ્યો શખસ
Related News

Icon