વિજાપુરના કુકરવાડા માર્કેટયાર્ડમાંથી 7700 કિલો જેટલો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો. ઝડપાયેલ અનાજનો જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાનનો હોવાનું અનુમાન.
વિજાપુરના કુકરવાડા માર્કેટયાર્ડમાંથી ખૂબ મોટા પ્રમાણમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. માર્કેટયાર્ડમાં શ્રી ગણેશ ટ્રેડિંગ નામની પેઢીમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે. પુરવઠા વિભાગે પેઢીમાંથી કુલ 7700કિલો જેટલો અનાજનો જથ્થો ઝડપ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીને મળેલી બાતમીને આધારે પેઢીમાં તપાસ કરતા 2045 કિલો ઘઉં, 5048 કિલો ચોખા અને 613 કિલો ચણા એમ મળીને કુલ 7700 કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે. જે પેઢીમાંથી જથ્થો ઝડપાયો તે સસ્તા અનાજની દુકાનનો સંચાલક હોવાની ચર્ચાના કારણે અનાજનો જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાનનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.