ધરોઇ ડેમમાંથી પાણી છોડવા માટે એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતના 7 જિલ્લા કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરમતી નદી પર આવેલા ધરોઇ ડેમની જળસપાટી 618 ફૂટે પહોંચે ત્યારે પાણી છોડવામાં આવશે. હાલમાં ધરોઇની જળસપાટી 613.69 ફૂટ છે.
ધરોઇ ડેમમાંથી પાણી છોડવા માટે એલર્ટ જાહેર કરાયું
ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન (ફ્લડ મેમોરેન્ડમ) મુજબ સાબરમતી જળાશય યોજના, ધરોઇ ડેમમાં પાણીનો જથ્થો 70% (સપાટી 187.55 મીટર/613.69 ફૂટ) થાય ત્યારે સંલગ્ન વહીવટી તંત્રને વોર્નિંગ સ્ટેજની જાણ કરવાની થાય છે. વધુમાં જણાવવામાં આવ્યું કે જળાશયની પૂર્ણ સપાટી 622 ફૂટ છે.
આજ રોજ 14-7-2025ના 11:00 કલાકે સાબરમતી જળાશય યોજના, ધરોઇ ડેમમાં પાણીનો જથ્થો 70.05% (613.71 ફૂટ) નોંધાયેલ છે. હાલમાં સાબરમતી જળાશય યોજનામાં 17500 ક્યુસેકની પાણીની આવક છે. ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાનું રૂલ લેવલ 618 ફૂટ છે. ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાના સાવક્ષેત્રમાં સારો વરસાદ થાય અને સાબરમતી જળાશય યોજનાનું જળસ્તર રૂલ લેવલ 618 ફૂટ પહોંચે ત્યારે પાણીની આવકને આધિન સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવના છે.
સાબરમતી જળાશય યોજના હેઠળ ધરોઇ ડેમમાંથી પાણી છોડવાને લઇને સાત જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા,ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદનો સમાવેશ થાય છે.