મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇરાણા ગામમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ છે. જૂના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા શખ્સો પર હુમલો થયો છે. જૂની અદાવતનો ઝઘડાનું સમાધન કરાવવા માટે પાંચ વ્યક્તિ ગયા હતા. ત્યાં સમાધાન બાજુ પર રહ્યું પરંતુ બબાલ થતાં પાંચ વ્યક્તિઓ ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો. આ હુમલામાં બે વ્યક્તિને માથામાં ઈજા થઈ હતી. મહત્ત્વની વાત એ છે કે જે ગાડી ઉપર હુમલો થયો તે ગાડીમાં દારૂના ટીન પણ જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે, કડી તાલુકાના ઈરાણા ગામે બે જૂથ વચ્ચે અદાવત ચાલતી હતી. જેના સમાધાન માટે કાર લઈને પાંચ શખ્સો ગયા હતા. જેમની કાર ઉપર પર હુમલો થયો. એમાં જેમીનસિંહ અને શક્તિસિંહ નામના વ્યક્તિને માથામાં તિક્ષ્ણ હથિયારથી ઈજા થઈ. મોડી રાત્રે આ ઘટના બની હતી. નંદાસણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ચાર શખ્સો ઉપરાંત અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જણાવી દઈએ કે જે ગાડી ઉપર હુમલો થયો તે ગાડીમાં દારૂના ટીન પડ્યા હતા. તો ખરેખર આ લોકો ઝઘડાનું સમાધાન કરવા ગયા હતા કે પછી દારૂ પીને ધમાલ કરવા ગયા હતા. એ પણ એક સવાલ છે. આવી રીતે ગાડીમાં ખુલ્લી રીતે દારૂની બોટલો લઈને શખ્સો ફરી રહ્યા છે તો કડી પોલીસ શું કરી રહી છે તેવો સવાલ પણ લોકોમાં થઈ રહ્યો છે.
જૂની અદાવતમાં સમાધાન ગયેલા વ્યક્તિઓએ રસ્તામાં દારૂના ટીન અને બાઈટિંગ લઈને ગયા હોય તેવું ગાડીમાં રહેલા ટીન અને પેકેટ જોવા મળતા લાગી રહ્યું છે. હવે પોલીસને એ પણ જોવાનું છે કે જ્યાં દારૂ બંધી છે તો પછી આ ગાડીમાં જનારા વ્યક્તિઓ દારૂના ટીન લઈને કેવી રીતે ગયા હતા.