
આગામી 19 જૂન, 2025ના રોજ કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપે કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપ હાઇકમાન્ડે જૂના જનસંઘી રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરી છે. જે સમગ્ર કડી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.
ભાજપેજાહેર કર્યું સ્ટાર પ્રચારકનું લિસ્ટ, કોણ કોણ કરશે પ્રચાર
ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે બંને ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ સાથે જ ભાજપના સ્ટાર પ્રચારકોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં સી.આર. પાટીલ, ભુપેન્દ્રભાઇ પટેલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, જીતુભાઇ વાઘાણી સહિત 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી છે.
વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર
ગુજરાતના કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે. તેના માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. ભાજપમાંથી રાજેન્દ્રભાઈ દાનેશ્વર ચાવડા કડીથી અને કિરીટ બાલુભાઈ પટેલ વિસાવદરથી ચૂંટણી લડશે.