
ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. મળતા અહેવાલ પ્રમાણે કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 26મી તારીખે ફોર્મ ભરવાની શરૂઆત થશે. કેન્દ્રીય ચૂંટણીપંચે સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી છે.
બન્ને બેઠકો પર 19 જૂને મતદાન
બન્ને બેઠકો પર 19 જૂને મતદાન યોજાવાનું છે. 23 જૂને મત ગણતરી યોજાશે. આ બન્ને બેઠકો પર ત્રિપાંખીયો જંગ યોજાશે. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીએ આ બન્ને બેઠકો જીતવા માટે તડામાર તૈયારી આરંભી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીને લઈને તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે.
ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ
કડી વિધાનસભા બેઠક પર ધારાસભ્ય કરસનભાઇ સોલંકીનું નિધન થવાથી આ બેઠક ખાલી પડી હતી. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ ભાયાણીએ રાજીનામું આપ્યું હતું તેથી આ બેઠક ખાલી પડી હતી..