
રાજ્યના મહેસાણાના શોભાસણ ગામમાં ધીંગાણું સર્જાયું હતું. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણાના શોભાસણ ગામે લગ્નના વરઘોડામાં હુમલો થયો હતો. લગ્નના વરઘોડા દરમિયાન કૌટુંબિક કાકાએ અન્ય ગ્રામજનોને વરઘોડામાંથી બહાર કાઢ્યા હતા. વરઘોડામાં નાચતા અટકાવનાર કૌટુંબિક કાકા ઉપર ટોળાં એ હુમલો કર્યો હતો.
11 લોકોના હુમલો કર્યો હતો
જેને લઈને હથિયારો સાથે આવેલા 11 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.અને વરઘોડામાંથી બહાર કાઢનારા કોટુંબિક કાકાને માર માર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર હિચકારી હુમલા બાદ ટોળાએ પથ્થર પણ માર્યા હતા.
આ હુમલામાં એક મહિલા સહિત 4 લોકો ઘાયલ
જેમાં એક મહિલા સહિત ચાર લોકો ઘાયલ થયા છે. હુમલામાં એક મહિલા સહિત કુલ 11 લોકો સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોઁધીને આગળની તપાસ આદરી હતી.