Home / Gujarat / Mehsana : Mini plane crashes near Ucharpi in Mehsana, female pilot injured

મહેસાણાના ઉચરપી નજીક મીની પ્લેનનો અકસ્માત, મહિલા પાયલોટ ઘાયલ

મહેસાણાના ઉચરપી નજીક મીની પ્લેનનો અકસ્માત, મહિલા પાયલોટ ઘાયલ

મહેસાણાના ઉચરપી નજીક મહિલા ટ્રેઇની પાયલટની તબિયત અચાનક ખરાબ થતા સર્જ્યો મીની પ્લેનનો અકસ્માત થયો હતો. બ્લ્યુ રે નામની પ્રાઇવેટ કંપની મહેસાણામાં પાઇલોટ માટેની ટ્રેનિંગ આપી રહી છે. મહિલા પાયલોટને નજીવી ઇજાઓ થતા સારવાર માટે ખસેડાઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રેઈની મહિલા પાયલટ ઈજાગ્રસ્ત

મળતા અહેવાલો મુજબ આજે મહેસાણાના એરોડ્રોમ પર ચાલી રહેલા પાયલોટ ટ્રેનિગ સેન્ટરમાંથી ટ્રેનિંગ દરમયિાન એક નાના વિમાને ઉડાન ભરી હતું, જે ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું છે. આ ઘટનામાં એક ટ્રેઈની મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત થઈ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસનો કાફલો અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે

એક પ્રાઈવેટ કંપની દ્વારા પાયલોટોને ટ્રેનિંગ અપાઈ રહી હોવાનું તેમજ આ દરમિયાન નાનું વિમાન ક્રેશ થયું હોવાની પણ વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારી સહિતનો કાફલો તેમજ તંત્રના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઉપરાંત તાત્કાલીક 108ને જાણ કરાતા એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થલે આવી મહિલા પાયલોટને હોસ્પિટલમાં ખસેડી છે. આ ઘટના કયા કારણોસર થઈ, તેની તપાસ શરૂ કરી દેવાઈ છે. 

Related News

Icon