Home / Gujarat / Mehsana : Nitin Patel give big statement regarding Indians deported from US

USથી ડિપોર્ટ થયેલા ભારતીયો અંગે નીતિન પટેલનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

USથી ડિપોર્ટ થયેલા ભારતીયો અંગે નીતિન પટેલનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

અમેરિકાનું પ્રમુખ પદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને લઈને એક વિમાન અમૃતસર પહોંચ્યું છે. આ 33 ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, અમેરિકાથી પાછા આવે તેઓ કોઈ ગુનેગાર તરીકે નહીં પણ આપણાં ગુજરાતી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ લોકોને આરોપી તરીકે ન જોવા જોઈએ : નીતિન પટેલ

અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતીઓના પરત ફરવા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આપણા ગુજરાતીઓ અમેરિકા પોતાની રીતે ગયા છે, ત્યા તેઓ શાંતિથી કામ કરે છે. અમેરિકાના કાયદાને માન આપીને કામ કરે છે. પરંતુ અત્યારે તેમને અમેરિકન સરકારે થોડી મંજૂરીઓ નહીં હોવાના કારણે પરત મોકલ્યા છે, તે મારી દ્રષ્ટિએ સહાનુભૂતિથી વિચારવા જેવું છે. મારી બધાને વિનંતી છે આવા લોકો પાછા આવે ત્યારે તેમને કોઈ ગુનેગાર તરીકે નહીં પણ આપણા ગુજરાતીઓ છે, આપણા ભાઈઓ છે, આપણી દીકરીઓ છે, પરદેશમાં કમાવવા ગયા છે.

વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, આખી દુનિયામાં ભારતીય સદીઓથી પહોંચેલા છે. ગુજરાતીઓએ વિદેશમાં વર્ષોથી વસી મહેનત કરી અબજો રૂપિયા જે કમાયા તે ભારત કે ગુજરાતમાં પરત મોકલ્યા છે. તેમણે આપણા ગામો અને વિસ્તારોને ખૂબ મદદ કરી છે. એમના કારણે ગુજરાતની પ્રગતિ પણ ઘણી થઈ છે. મારી બધાને વિનંતી છે કે આરોપી તરીકે ન જોવા જોઈએ.

અમેરિકામાં 18000 ગેરકાયદે ભારતીય પ્રવાસી

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીએ 27મી જાન્યુઆરી 2025ના રોજ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં અમેરિકામાં ગેરકાયદે રહેતાં ભારતીયોને પરત વતન બોલાવવા નિર્ણય ભારતે લીધો હોવાનું જાણવા મળ્યું હતું. અંદાજ મુજબ, અમેરિકામાં આશરે 18000 ભારતીયો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. જેમને ભારત મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકામાં વિવિધ દેશોના આશરે 7.25 લાખથી વધુ લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે.

 

Related News

Icon