
વિદેશ જવા માટે જરૂરી આઈઇએલટીએસની પરીક્ષામાં સેટિંગ કરીને અંગ્રેજી ન આવડતું હોય તેવા વિદ્યાર્થીઓને પણ વધુ બેન્ડ આપી વિદેશ મોકલવાના કૌભાંડ મામલે 2022માં મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે અમિત ચૌધરી સહિત 45 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બોગસ હોવાનો અને કોઈ ગુનો ન બનતો હોઈ તપાસ રદ કરવી એવી તપાસ અધિકારીએ મહેસાણાની નીચલી કોર્ટમાં બી સમરી ભરી હતી.
Ielts પાસ કરાવવાનો કૌભાંડમાં પોલીસ અધિકારીએ બી સમરી ભરી હતી. આ બી સમરીને ચેલેન્જ કરાતા સોમવારે સેશન્સ કોર્ટે સમગ્ર ફરિયાદની તપાસ પ્રમાણિક અને સક્ષમ પીઆઇ અથવા ડીવાયએસપી કક્ષાના અધિકારી પાસે કરાવવી અને બી સમરી દાખલ કરનાર ડીવાયએસપી સામે તપાસનો હુકમ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
આઇએલટીએસ પરીક્ષાઓમાં પાસ કરાવવાનો કૌભાંડ
તત્કાલિન પોલીસ તપાસ અધિકારી ડીએમ ચૌહાણની ભુમિકા શંકાસ્પદ હતી. Ielts કેસની ફરી તપાસ માટે સેશન્સ કોર્ટે આદેશ આપ્યો છે. તપાસ અધિકારી ડી એમ ચૌહાણે બી સમરી ભરી હતી. તપાસ અધિકારી વિરુદ્ધ પણ તપાસના આદેશ કરાયા છે. DGP દ્વારા કોમ્પેન્ટન્ટ પીઆઈ અથવા dysp ને વધુ તપાસ સોંપવા આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે જિલ્લા સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી કેસ રિ ઓપન કરાયો છે.
સરકારી વકીલ વિજય બારોટની દલીલોને આધારે જજ સી.એમ. પવારે પીઆઈ ભાવેશ રાઠોડ દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાની તપાસ કરવી, હાયર ઓથોરિટીને પૂછ્યા વિના બી સમરી ભરનાર ડીવાયએસપી ડી.એમ. ચૌહાણ સામે તપાસના આદેશ તેમજ સમગ્ર ફરિયાદની સક્ષમ અને પ્રમાણિક પીઆઈ અથવા તો ડીવાયએસપી કક્ષાના અધિકારી પાસે તપાસ કરવાનો હુકમ કર્યો હતો.