
Mehsana news: કડી-છત્રાલ હાઈવે પર આવેલી એક કંપનીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઔરા ન્યુટ્રા સ્યુટિકલ્સ લી. નામની કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વ્યક્તિ સાથે બોલાચાલી બાદ આરોપીએ તેમને ઢોર માર માર્યો હતો, જેના કારણે તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, ઘટનામાં સિક્યુરિટીનું મોત નિપજતા આ મામલે હત્યાના કેસમાં ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં મૃતક 58 વર્ષીય સોલંકી ગોવિંદભાઈ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના રામેન્દ્ર રામવિલાસ નામના આરોપીએ આ હત્યાને અંજામ આપ્યો હોવાનો કહેવાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતના પૂર્વ IPS અધિકારી વી.એમ.પારગીનું થયું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગોવિંદભાઈને રામેન્દ્ર સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જ્યાર બાદ તેમણે રામેન્દ્રને કંપનીમાંથી નીકળી જવાનું કહ્યું હતું. આરોપીએ ઉશ્કેરાઈને ગોવિંદભાઈને લાકડાના ધોકાથી મોઢા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. કડી પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.