
મહેસાણામાં હોમીયોપેથી કોલેજની વિધાર્થિનીના આપઘાત મામલે 4 પ્રોફેસર અને 1 પ્રિન્સિપાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓ સામે જાહેરમાં માફી પણ માગવામાં આવી હોવાના આક્ષેપ કરવામા આવ્યા છે.આ વિદ્યાર્થિનીના મૃત્યુના સમાચાર ફેલાતાં જ કોલેજના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ જોવા મળ્યો હતો..તો આ મામલે જવાબદાર પ્રોફેસરોને બરતરફ કરાયા હોવાનું પ્રિન્સીપાલે જણાવ્યુ હતું. જેના પર આક્ષેપ થયા તે પ્રોફેસરને રસ્ટીકેટ પણ કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થિનીએ ગત રોજ આપઘાત કરી લેતા ભારે વિવાદ સર્જાયો
મહેસાણા નજીક બાસણા ગામ નજીક આવેલી મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગત રોજ આપઘાત કરી લેતા ભારે વિવાદ સર્જાયો છે. હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતી અને કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળી એ ગળેફાંસો ખાઈ પોતાના જ રૂમ માં આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો.કોલેજની વિદ્યાર્થિનીના આપઘાત બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કોલેજમાં તોડફોડ કરી
વિદ્યાર્થીઓમાં ભારે રોષ મચ્યો હતો. કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કોલેજમાં તોડફોડ કરી હતી. આમ,વિદ્યાર્થીઓના રોષના પગલે મહેસાણા તાલુકા સહિતનો પોલીસ કાફલો મર્ચન્ટ કોલેજે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. તો બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના નેતાઓ પણ પહોંચ્યા હતા.