
રાજ્યના મહેસાણા અને કડીમાંથી અખાદ્ય પદાર્થ મોટા પ્રમાણમાં ઝડપાતા સ્વાદ રસીકો માટે ચિંતાનો વિષય બન્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણા અને કડીમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા.
શંકાસ્પદ ખાદ્યતેલ ઝડપાયું
મહેસાણા અને કડીમાં ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળયુક્ત પનીર અને કપાસીયા તેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.ધરતી ઈન્ડ્રસ્ટ્રીમાંથી શંકાસ્પદ કપાસીયા તેલનો જથ્થો પકડાયો હતો.
નકલી પનીરનો ૨૩૦૦ કિલોગ્રામ જથ્થો ઝડપાયો
નકલી પનીરનો ૨૩૦૦ કિલોગ્રામ જથ્થો ઝડપાયો હતો. જેથી આશરે કિંમત સાત લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. આ તમામ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોવાથી તેમના તપાસ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહીને પગલેને ભેળસેળ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.