
Mehsana News: ગુજરાતભરમાંથી ઠેક ઠેકાણેથી ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં મહેસાણમાંથી રીઢા ગુનેગારને ઝડપી પાડવાં આવ્યો હતો. 15 - 15 મિનિટે લૂંટ કરનાર શખ્સે આખરે કાન પકડ્યા હતા. મહેસાણામાં 45 મિનિટમાં 3 લૂંટનો મામલો સામે આવ્યો હતો. પકડાયેલ આરોપીઓને લઈ પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
આરોપીઓએ જાહેરમાં કાન પકડ્યા હતા અને જાહેરમાં હાથ જોડી માફી માંગી હતી. તેમજ આરોપીઓને તડકામાં ખુલ્લા પગે ચલાવાયા હતા. દર 15 મિનિટે લૂંટ કરનાર શખ્સને એ જ દિવસે પકડી લેવાયો હતો. મહેબૂબ ઉર્ફે રજ્જુ આરબભાઈ સિંધી અને સુલતાન ઉર્ફે ડેરો હસનભાઈ સિંધી લૂંટ કરતા હતા. મહેસાણા એ ડિવિઝન પોલીસે આરોપીને લઈ રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. મહેસાણા તોરણવાળી ચોકમાં આરોપીને લઈ પોલીસનું રી- કન્સ્ટ્રક્શન કર્યું હતું