Home / Gujarat : Meteorological Department predicts rain

Gujarat Rain News: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી

Gujarat Rain News: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી

Gujarat Rain News: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર, એ. કે. દાસે જણાવ્યું હતું કે, 27 જૂને રથયાત્રામાં વરસાદ પડવાની શક્યતા છે. આજે અમદાવાદમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અતિભારે વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વધુમાં તેમણે જણાવ્યું કે, આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકામાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આગામી 24થી 27 જૂન ભારે વરસાદની આગાહી છે. 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.  તેમજ 25-29 જૂન સુધી દરિયા કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદની આગાહી છે.

Related News

Icon