
ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ ગુજરાત હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યું છે. જેણે લઈને અમદાવાદ, સુરત, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. ઓપરેશન સિંદુર બાદ આજે રાજ્યમાં મોકડ્રિલ યોજાવાની છે જેણે લઈને રાજ્યનું પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર છે. સુરક્ષાના ભાગ રૂપે જિલ્લાઓના તમામ જાહેર સ્થળો ઉપર પોલીસ તૈનાત કરવામાં આવી છે. જ્યાં એલર્ટને પગલે સામાન્ય લોકોની ચકાસણી પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ઓપરેશન સિંદૂર બાદ સોમનાથ ઝડબેસલાક
ઓપરેશન સિંદુર મામલે સોમનાથમાં ઝડબેસલાક જોવા મળ્યું છે. ગીરસોમનાથ જીલ્લા SOG પોલીસ દ્રારા દરીયાઇ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં હાઈ એલર્ટને પગલે મરીન બોટ અને તેમના ખલાસીઓની તપાસ હાથ ધરવામાં આવી છે. સામાન્ય નાગરિકોની પણ આધારકાર્ડના પુરાવા અને સઘન ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સુરત જિલ્લામાં પણ મોકડ્રીલને લઈ પોલીસ તંત્ર સજ્જ
સુરત જિલ્લામાં આજે સાંજે 4થી 8 વાગ્યા દરમિયાન સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલ ભારત સરકારની સૂચના અનુસાર યોજાવાનું છે. સુરત ગ્રામ્ય DYSP આર.આર.સરવૈયાની અધ્યક્ષતામાં કીમ ચાર રસ્તા પાસે માંગરોળ તાલુકાના ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઇ હતી. મોકડ્રીલ દરમિયાન સાંજે 4 વાગ્યે મહાનગરપાલિકા, રેલવે સ્ટેશન, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ દ્વારા 2 મિનિટ માટે સાઇરન વગાડવામાં આવશે.
નાગરિકોને સાયરન સાંભળતા જ નજીકના સુરક્ષિત સ્થળે આશરો લેવાનો રહેશે. સાંજે 8:30થી 9 એમ 30મિનિટ માટે સંપૂર્ણ બ્લેકઆઉટ યોજવામાં આવશે. આ દરમિયાન તમામ ઘર, ઓફિસ અને સ્ટ્રીટ લાઇટ્સ બંધ રાખવામાં આવશે,. મોકડ્રીલ સુરટ મહાનગરપાલિકા, જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને ગામોમાં યોજવામાં આવશે. અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સરકારી માહિતી વિભાગની અધિકૃત માહિતી ઉપર વિશ્વાસ રાખવા માટે કહેવામાં આવ્યું છે. મોકડ્રીલ રાત્રે 9 વાગ્યે સંપૂર્ણ રીતે પૂર્ણ થશે.
એર સ્ટ્રાઈક બાદ બનાસકાંઠા પોલીસ એલર્ટ પર
ભારત સરકારે આતંકવાદીઓ ઉપર કરેલી એર સ્ટ્રાઈક બાદ બનાસકાંઠા પોલીસ તંત્ર એલર્ટ પર જોવા મળ્યું છે. યુદ્ધની તણાવ પરિસ્થિતિને લઈને જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ જોવા મળ્યું છે. રાત્રે યોજાનાર બ્લેક આઉટને લઈ સામાન્ય જનતાને ડીસા પોલીસ દવર અપીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા લોકોને બ્લેક આઉટની કામગીરીમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. જેં પગલે રાત્રે 7:45 થી 8:15 એમ 30 મિનિટ સુધી પોતાના ઘરની લાઈટો બંધ કરવા કરવા જણાવવામાં આવ્યું છે. લોકોમાં બ્લેક આઉટ અને પોતાની સાવચેતી કઈ રીતે રાખવી માટે પોલીસ દ્વારા આમ લોકોને સુરક્ષિત રહેવા સલાહ આપવામાં આવી છે.
જામનગર મનપાની ફાયર ટીમ સજ્જ
જામનગર મનપાની ફાયર બ્રિગેડ મોકડ્રિલ માટે સજ્જ જોવા મળી છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના ચીફ ઓફિસર દ્વારા રિવ્યુ મિટિંગ રાખવામાં આવી છે. શહેરના ચાર જુદા જુદા વિસ્તારોમાં ચાર સ્થળોએ ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવવાનું છે. સંભવિત યુદ્ધના પગલે કોઈ પણ દુર્ઘટના બને તો તેને પોહચી વળવા ફાયર ટીમ સજ્જ જોવા મળી છે. ૩૦થી વધુ ફાયર ફાઈટર, અન્ય પ્રકારની સાધન સામગ્રી તથા વાહનો સુસજ્જ કરી દેવામાં આવ્યા છે. સાંજે 4:00 વાગ્યાથી તમામ ફાયર સ્ટાફ 100થી વધુનો સ્ટાફ કવાયતમાં જોડાશે.