
મોરબીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. મોરબી જિલ્લાના હળવદ માર્કેટીંગ યાર્ડમાં પેઢીનું ઉઠમણું થઈ ગયું છે તેમજ વેપારીએ, એજન્ટ, તથા ખેડુતોનું કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેને પગલે વેપારીઓ દ્વારા હરાજી બંધ રાખવામાં આવી હતી તેમજ માર્કેટિંગ યાર્ડની ઓફીસમાં રજુઆત કરવામાં આવી હતી.
હરાજી બમધ રહેતા હજારો ખેડૂતોનો માલ યાર્ડમાં અટવાયો
મળતી માહિતી પ્રમાણે, હળવદ યાર્ડમાં એક વેપારીએ અન્ય વેપારીઓનું ૧૦ કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. વેપારીઓએ યાર્ડની ઓફીસમા રજૂઆત કરી હતી. પેઢીનું ઉઠમણું થતાં વેપારીઓએ હરાજી બંધ કરી હતી.જેથી હજારો ખેડૂતોનો માલ યાર્ડમાં અટવાયો હતો. જો કે, હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ ન થઈ હોવાની માહિતી પણ સામે આવી રહી છે.