મોરબીના વાગડીયા ઝાપા પાસે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. છોકરાઓની માથાકૂટમાં મોટા લોકો બાખડી પડ્યા હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે.

