
ગુજરાતના મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી તમામ ડેમુ ટ્રેનની ટ્રીપ ટેકનિકલ કારણોસર રદ કરી દેવામાં આવી છે. આ બાબતે પશ્ચિમ રેલ્વેના રાજકોટ રેલ્વે ડિવિઝને જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે વાંકાનેર ગામથી લાંબા અંતરની ટ્રેન પકડવા માંગતા યાત્રિકોને તેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.
10 અને 11 જુલાઈ ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે.
રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર
2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર
3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર
4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર
5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર
6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર
7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી
8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી
9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી
10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી
11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી
12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી