
મોરબી જિલ્લાના હળવદની ચકચારી ઘટના સામે આવી છે. પોતાની પરિણીતાને અન્ય યુવાન સાથે સંબંધની જાણ થતા યુવકે જીવન ટૂંકાવી દીધું હતું.હળવદ શહેરમાં મોરબી ચોકડી પાસે કડિયા કામ કરી પેટિયું રળતા 27 વર્ષીય અનિલ નામના યુવકને કોન્ટ્રાક્ટર હિતેષ નામના યુવક સાથે મોબાઈલ ફોન પર વાતચીત કરતા અનિલને મનમાં ભારે લાગી આવ્યું હતું. જેથી તેને બાવળની ઝાડીમાં જઈને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આપઘાતની જાણ થતા હળવદ પોલીસે મૃતદેહને સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. હળવદ પોલીસે યુવકના મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોતાના પુત્રના આપઘાતને લઈ પરિવારજનો પર શોકનું મોજું ફરી વળ્યું હતું.
શ્રમિક પરિવારને ત્રણ મહિના સુધી પગાર નહીં ચુકવી હિતેષ નામનો કોન્ટ્રાકટર શોષણ કરતો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો હતો. ઉપરાંત મૃતક દીકરાની પત્ની સાથે આડાસંબંધો રાખતો હોવાનું પણ આરોપ હતો.જેથી ઘરના દીકરાને મોતને વ્હાલું કરવાની નોબત આવી પડી હતી.